બુધવાર, 24 જુલાઈ, 2013

vidyasahayak updates

vidyasahayak updates


વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
કેટેગરીક્યાં મેરીટ સુધીના
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી૬૪.૨૫ સુધી
અનુસૂચિત જાતિ – ભાઈઓ૬૪.૧૫ સુધી
અનુસૂચિત જાતિ – બહેનો૬૩.૮૧ સુધી
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો૫૫.૪૦ સુધી
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો૬૩.૬૯ સુધી
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 
કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.
     ભારત સરકારના બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૦ અન્વયે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૭ ને બદલે હવે પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૮ જેમાં ધોરણ ૧ થી ૫ પ્રાથમિક શિક્ષણ અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે, તેમ ઠરાવેલ છે.
    ઉપર્યુક્ત ફેરફારને કારણે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ કલમ-૧૯ અને ૨૫ ના શિડ્યુલમાં નિયત થયેલ ધોરણ અને લાયકાતો તથા નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી જાહેરનામાં ક્રમાંક: ફા.ન.61/03/20/2010 એન.સી.ટી.ઈ. (એન.એન્ડ.એસ) તા.૨૩-૮-૧૦ અન્વયે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માટે લઘુત્તમ લાયકાતો નક્કી કરવામાં આવેલ છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ-૫૪ અને ૬૩ થી પ્રાપ્ત થયેલ સત્તાની રુએ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારની પસંદગી માટેના ધોરણો પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગના તા.૨૭-૪-૨૦૧૧ ના ઠરાવથી નિયત કરેલ છે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો