મંગળવાર, 2 જુલાઈ, 2013

"પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ

"પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ

"પ્રા. શિક્ષકોને તેમની શાળામાં ખાલી જગ્યા પર ભરતી પહેલાં બઢતી આપવા માંગ ભુજ, તા. 1 : ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 30/9/12ના સેટઅપ પ્રમાણે તથા વિકલ્પ્નો લાભ લેનારા શિક્ષકો એચ ટેટમાં જતાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરતાં પહેલાં સમાવી લેવા ભુજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ પ્રા.શિ. નિયામક પાસે રજૂઆત કરી છે. આ શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, 2012માં વિકલ્પ કેમ્પ યોજાયો ત્યારે 2011ના સેટઅપ પ્રમાણે જગ્યાઓ બતાવાઇ હોવાથી તથા એચ ટેટની ભરતી વિકલ્પ બાદ કરવાના કારણે તેમને પોતાની જ શાળામાં વિકલ્પ્નો લાભ મળી શક્યો નહીં. 2011ના જૂનથી ધો. 8 પ્રા. શાળામાં શરૂ થયા છે. આ ત્રણ વર્ષ દરમ્યાન ધો. 6થી 8માં શિક્ષકોની ભરતી અટકી જતાં પ્રા. શાળાના આ શિક્ષકોએ આચાર્યની સૂચના પ્રમાણે અભ્યાસ કરાવ્યો છે. આમ તેમને તક મળશે તો બાળકોને લાયકાત અને અનુભવનો લાભ મળશે તેવી ખાતરી તેમણે લેખિત રજૂઆતમાં આપી છે."

1 ટિપ્પણી:

  1. નમસ્કાર સાહેબ,
    તાલુકા પ્રમાણે પ્રાથમિક શાળામાં ખાલી પડેલી જગ્યાઓની યાદી કઇ રીતે મળે?

    જવાબ આપોકાઢી નાખો