શનિવાર, 15 જૂન, 2013

બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે.



અમદાવાદ : સમગ્ર રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આજે 11મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઝુંબેશનું સમાપન થયું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવેશોત્સવ કાર્યક્રમનાં ત્રીજા અને છેલ્લા દિવસે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ત્રણ ગામોની મુલાકાત લઇને પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતના એક પણ દિકરી કે દીકરો નિરીક્ષર ન રહે તેવી સમગ્ર સમાજને અને વાલીઓને ભાવભીની અપીલ કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પ્રાથમિક શાળામાં બાળક અને શિક્ષકની હાજરી બાયોમેટ્રિકસ સિસ્ટમ દ્વારા પુરવામાં આવશે.

સત્તાવાર રીતે જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી મોદીએ મેંદરડા તાલુકાના ચિરોડા, સમઢિયાળા અન રાજેસર ગામોની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તથા બાળકોને શૈક્ષણિક સાધનો , રમકડાં અને પુસ્તકો, મીઠાઇઓ વગેરે આપીને નામાંકન માટે પ્રોત્સાહીત કર્યા હતા. તેમણે શાળાઓને જુના વિદ્યાર્થીઓ એવા પ્રતિષ્ઠિત ગામ વતનીઓનું સન્માન પણ કર્યું હતું.

તેમણે આ પ્રસંગે જાહેરાત કરી હતી કે પ્રાથમિક શાળામાં હવે બાયોમેટ્રિક્સ સિસ્ટમથી બાળક અને શિક્ષકની હાજરી પુરવામાં આવશે. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ટેકનોલોજીથી ટ્રેકીંગ થશે. ઉલ્લેખનીય છે કે બાયોમેટ્રિકસ એટેન્ડન્સ સિસ્ટમમાં અંગુઠાની છાપ કે આંગળીની છાપ દ્વારા હાજરી પુરવામાં આવે છે.            info by GGN NEWS.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો