ગુરુવાર, 13 જૂન, 2013

ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજરોજ ઓનલાઇન જાહેર કરાયું

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 2013માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજરોજ ઓનલાઇન જાહેર કરાયું છે. જેમાં ફરી એકવાર રાજ્યની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. રાજ્યની વાત કરીએ તો સામલોડ કેન્દ્રનું સોથી વધારે 97.53 ટકા અને દૂધીયાનું સૌથી ઓછું 12.13 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદનું 61.47 ટકા અને અમદાવાદ ગ્રામ્યનું 57.18 ટકા પરિણામ આવ્યું છે.

આજે ઓનલાઇન જાહેર થયેલા પરિણામ મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ 10નું પરિણામ 65.12 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 4 ટકાની આસપાસ ઓછું આવ્યું છે. જ્યારે પરિણામ બાબતે વાત કરીએ તો ફરીથી છોકરીઓએ મેદાન માર્યું છે. અને ભાષાના માધ્યમની વાત કરીએ તો અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પરિણામ જોવા મળ્યું છે.

વિદ્યાર્થીઓ દ્વારે વેબસાઇટ, એસએમએસ અને અપાયેલ ફોન નંબર દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના રિઝલ્ટ જાણવાની શરૂઆત કરી દીધી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો