સોમવાર, 5 ઑગસ્ટ, 2013

યુપીએસસીઃ મુખ્ય પરીક્ષાના ફોર્મની તારીખ જાહેર

યુપીએસસીઃ મુખ્ય પરીક્ષાના ફોર્મની તારીખ જાહેર

નવી દિલ્હી : યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન ભરવાના અરજી પત્રક માટેની તારીખ જાહેર કરી દીધી છે. આ જાણકારી વિભાગીય અધિકારીએ આપી છે.

યુપીએસસી દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવાયુ છે કે તમામ પ્રવેશાર્થીઓને જણાવાયુ છે કે સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષા માટે વિસ્તારથી પ્રવેશફોર્મ ભરીને 20 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર વચ્ચે જમા કરાવી દેવાના રહેશે. યુપીએસસીએ પ્રારંભિક પરીક્ષાના પરિણામો જાહેર કરી દીધા છે. મુખ્ય પરીક્ષા 1 ડિસેમ્બરથી શરૂ થવાની છે.

ઉલ્લેખનીય છે કે લોક સેવા પરીક્ષા (યુપીએસસી) ભારતભરમાં યુપીએસસી દ્વારા વિવિધ સરકારી પદો પર ભરતી માટે કરવામાં આવનાર એક પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા છે. આ પરીક્ષા બે તબક્કામાં ઓબ્જેક્ટિવ અને મુખ્ય પરીક્ષા તરીકે લેવાતી હોય છે. મુખ્ય પરીક્ષામાં વ્યક્તિત્વ પરીક્ષણ સહિત નવ પેપર્સ હોય છે.info by GGN NEWS

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો