મંગળવાર, 28 મે, 2013

કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..

કર્મચારીઓને 20 ટકા રકમ રોકડમાં મળશે..

અમદાવાદ : રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખીને છઠ્ઠા પગારપંચના અમલ વખતે કરેલ નિર્ણય અનુસાર પાંચમો અને અંતિમ 20 ટકાનું પગાર વધારો રોકડમાં ચુકવવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા આ અંગે છેલ્લા કેટલાક દિવસથી માંગણી કરીને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 2006માં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો અમલકર્યો ત્યારે તફાવતની રકમને પાંચ ભાગમાં વહેંચીને 20-20 ટકા પ્રમાણે રકમ જે તે કર્મચારીના પીએફમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કર્મચારીઓની એવી માંગણી હતી કે તફાવતની આ રકમ રોકડમાં આપવી જોઇએ. કર્મચારીઓની માંગણીને સરકારે સંતોષવાનો પ્રયાસ કર્યો છે. સરકારે કરેલા એક નિર્ણય અનુસાર હવે આ તફાવતનીરકમનો પાંચમો અને છેલ્લા 20 ટકાના હપ્તાની રકમ રોકડમાં ચુકવાશે. સૂત્રોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને મળીને અંદાજે 8 લાખ કર્મચારીઓને તેનોલાભ મળશે. કર્મચારી સંગઠનોએ સરકારના આનિર્ણયને આવકાર આપ્યો છે. એમ મનાઇ છે કે સરકારે કર્મચારીઓની નારાજગી દુર કરીને તેમની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો છે. NEWS BY GGN NEWS

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો